ગરબો
સૌ સાથે મળી આવ્યા છીએ ચોકમાં
{ જરા સામને તો આવો}
અમને દર્શન દિયોને અંબે માત રે…
અમે રટીએ તમોને દિનરાત રે…
સૌ સાથે મળ્યા છીએ ચોકમાં હવે મનમાં નથી નિરાત રે…
નિત્ય સવારે વહેલી ઊઠીને રટણ તમારુ કીધુ મેં....
ધૂપ દીપ ને પુષ્પ પત્ર થી અર્ધ્ય સદાએ દીધુ મે…
હવે દર્શનમાં સાનો વિલંબ રે... અને સાની છુપાવવાની વાત રે….
સૌ સાથે મળ્યા છીએ ચોકમાં હવે મનમાં નથી નિરાત રે….
ખાતા પીતા હરતા ફરતા કદી ના તમને ભૂલી રે…
સર્વ ક્રિયામાં તમને સમરતી તોયે હું આજ અટૂલી રે…
હવે જુવાની શાને બહુ વાર રે.. મન કરતું રહે કલ્પાંત રે…
સૌ સાથે મળ્યા છીએ ચોકમાં હવે મનમાં નથી નિરાત રે…..
નવરાત્રીના નવલા રે દિનમાં ધ્યાન સતત હું ધરતી રે…
સારુ પૂજન તુજને અર્પણ તારું હું સ્મરણ કરતી રે…
હવે દર્શન નહી દિયો જો માત રે તો સહેવાશે નહીં આઘાત રે….
સૌ સાથે મળ્યા છીએ ચોકમાં હવે મનમાં નથી નિરાત રે…….
No comments:
Post a Comment
Hello friend
થર્ડ આઈ ન્યુઝ પર તમોને જેતપુર અને જેતપુરના આજુબાજુ ના વિસ્તારની અવનવી ખબરો અને સમાચાર મળતા રહેશે જે હંમેશા નિષ્પક્ષ અને સત્ય હકીકતો પ્રકાશિત કરતા હશે તો આવાજ અવનવા સમાચારો તમોને મળતા રહે તે માટે અમારા થર્ડ આઈ ન્યુઝ સાઈટને like અને Share
કરવાનું ભૂલશો નહિ. કોમેન્ટ બોક્ષમાં આપના અભિપ્રાયો આવકાર્ય છે.