ગરબો
હે ખમ્મા મારી
ખોડીયાલ માત
હે ખમ્મા મારી ખોડીયાલ માત, રમવા ક્યારે પધારશો….
હું તો જોઈ રહી માડી તારી વાટ, મંડપ ક્યારે શોભાવસો…
હે ખમ્મા મારી ખોડીયાલ માત, રમવા ક્યારે પધારશો….
લીપી- ગુપી ને મેતો આંગણા સજાવ્યા, સોળે સજ્યા શણગાર…
હે ખમ્મા મારી ખોડીયાલ માત, રમવા ક્યારે પધારશો….
વાળી ચોળી ને મેતો ચોકમાં પુરાવ્યો, દીપ તણી દીશેરૂડી હાર….
હે ખમ્મા મારી ખોડીયાલ માત, રમવા ક્યારે પધારશો….
તમારે કાજે મે તો મંડપ શણગારયો, શોભા આવી અપરંપાર …
હે ખમ્મા મારી ખોડીયાલ માત, રમવા ક્યારે પધારશો….
હૈયાની હોસ થકી, સહિયર છે સાથમા, છોડી ઘરબાર….
કેદુ ની જોતી તી નોરતાની વાટડી, આશા પૂરો મા ખોડીયાલ…
હે ખમ્મા મારી ખોડીયાલ માત, રમવા ક્યારે પધારશો….
છંદ
ભજનની રાત જેવી બીજી કોઈ રાત નહી
ભક્તોની નાત જેવી બીજી કોઈ નાત નહીં
માયાની લાત જેવી બીજી કોઈ લાત નહીં
જગદંબા માત જેવી બીજી કોઈ માત નહીં
No comments:
Post a Comment
Hello friend
થર્ડ આઈ ન્યુઝ પર તમોને જેતપુર અને જેતપુરના આજુબાજુ ના વિસ્તારની અવનવી ખબરો અને સમાચાર મળતા રહેશે જે હંમેશા નિષ્પક્ષ અને સત્ય હકીકતો પ્રકાશિત કરતા હશે તો આવાજ અવનવા સમાચારો તમોને મળતા રહે તે માટે અમારા થર્ડ આઈ ન્યુઝ સાઈટને like અને Share
કરવાનું ભૂલશો નહિ. કોમેન્ટ બોક્ષમાં આપના અભિપ્રાયો આવકાર્ય છે.