મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ જ્યારે વનવાસ દરમિયાન પંચવટીમાં કુટીર બાંધીને રહેતા હતા ત્યારે રાવણે પોતાની રાક્ષસી માયા નો ઉપયોગ કરીને છળકપટ થી સીતાજીનું હરણ કરેલ અને પોતાની સુવર્ણ નગરી લંકામાં લઈ જાય કેદમાં રાખેલ જ્યારે આ વાત ભગવાન શ્રી રામને માલુમ પડી તેઓ સીતાજીની ખોજમાં નીકળી પડેલા જંગલમાં ગોતતા ગોતતા તેમનો પરિચય સુગ્રીવ અને તેની વાનરસેના સાથે થયેલ અને ત્યારબાદ હનુમાનજી અને અન્ય વlનરોની ટુકડી પણ સીતાજીની શોધમાં છેક સમુદ્રના કિનારા સુધી પહોંચી ગયેલ।.
હનુમાનજી ને એમની અંદર રહેલ ચમત્કારિક શક્તિઓ નું જ્ઞાન થતા તેઓ સમુદ્રને એક છલાંગે ઓળંગીને માતા સીતા ના ચરણોમાં વંદન કરી અને એમની પાસેથી ભગવાન શ્રીરામ ની નિશાની સ્વરૂપ અંગૂઠી લઈ પરત ભગવાન શ્રીરામના સાનિધ્યમાં આવેલ ત્યારબાદ રાવણની લંકા ઉપર આક્રમણ કરી અને માતા સીતા ને વહેલામાં વહેલી તકે ત્યાંથી મુક્ત કરાવવા માટે સમગ્ર સેના સાથે ભગવાન રામ અનેઅનુજ લક્ષ્મણ પ્રસ્થાન કરે છે.
સમુદ્ર કિનારે આવતા ખ્યાલ આવે છે તે આ અથાગ સમુદ્ર ને ઓળંગવો એ બહુ મોટો વિકટ પ્રશ્ન છે. ત્યારબાદ ઘણા વિચાર-વિમર્શ પછી નલ નીલ એ સમુદ્રમાં એક સેતુ બનાવવાનો રસ્તાઓ મૂકે છે અને રસ્તો મળતા બધા ઉત્સાહથી એ કામમાં લાગી જાય છે।
બધા વાનરો પથ્થર ઉપર ભગવાન શ્રીરામનું નામ લકી અને સમુદ્રમાં નાખે છે અને ધીરે ધીરે સેતુ બનવા લાગે છે. આ બધું ભગવાન શ્રીરામ ત્યાં બેઠા બેઠા નિરાંતે નીરખીને જોતા હોય છે ત્યારે અચાનક જ એમનું ધ્યાન એક નાનકડી એવી ખિસકોલી ઉપર પડે છે. જે પણ પોતાની શક્તિ પ્રમાણે નાનામાં નાનો કાકરો પથ્થર ઉપાડી અને સમુદ્ર માં નાખી પોતાની શક્તિપ્રમાણે ભક્તિ પ્રદર્શિત કરતી દેખાય છે ત્યારે ભગવાન શ્રીરામ એને પ્રેમથી પોતાના હાથમાં લઈ અને વહાલ કરે છે અને એ નાનકડી એવી ખિસકોલી ની શક્તિ પ્રમાણેની ભક્તિની પ્રશંસા કરે છે ધન્ય છે એ ખિસકોલી ધન્ય છે એની શક્તિ પ્રમાણે ની ભક્તિ બસ આજ વાત મને બહુ જ ગમે છે અને હું પણ મારી જિંદગીમાં એ નાનકડી ખિસકોલીની જેમ જ મારી શક્તિ પ્રમાણે ની ભક્તિ રૂપે આ દુનિયામાં જ્યાં સુધી મારુ જીવન છે અને જ્યાં સુધી મારુ અસ્તિત્વ છે ત્યાં સુધી હું પણ મારા ગજા પ્રમાણે સમાજને કંઈક કામ લાગુ અને સમાજમાં મારા થકી કંઈપણ સારુ કાર્ય જો થઈ શકે તો હું મારુ જીવન ધન્ય સમજીશ અને આ મારા વિચાર ના ભાગરૂપે third eye ન્યુઝ વેબ પોર્ટલ ચાલુ કરવા નું વિચારેલું છે. મારા આ ન્યૂઝ પોર્ટલ માં હું મારા શહેર જેતપુર ના સમાચાર અને મારા બીજા અલગ અલગ કાર્યો દ્વારા જેતપુર શહેર તથા જેતપુર તાલુકા મા કાર્ય કરી અને મારા શહેરને અને મારા જેતપુર તાલુકા ને હું જો કઈ પણ ઉપયોગી થઈ શક્યો તો હું મારુ જીવન ધન્ય સમજીશ તમે પણ મને સપોર્ટ કરી મને પ્રોત્સાહિત કરશો જ એવી અપેક્ષા સાથે ઓછી આવડતે પણ આ કાર્ય નો આરંભ કરું છું
No comments:
New comments are not allowed.