જૂનાગઢના વડાલ ખાતે હિમાલયા કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર નું ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા તથા અન્ય મહાનુભાવોએ ગઈકાલે તારીખ 6 10 2019 ના રોજ જૂનાગઢના વડાલ ખાતે સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ કેન્સર હોસ્પિટલ નું ઉદ્ઘાટન કરેલ હતું. હોસ્પિટલ ડો.રાજેશ કોરાટ[ એમ. ડી. ડી. એન. બી] જેઓ મૂળ ભેસાણ તાલુકાના જ છે અને હાલ વડોદરા સ્થાઈ થયેલ છે સૌરાષ્ટ્ર વિસ્તારમાં એક પણ કેન્સર સારવાર માટેની હોસ્પિટલ ન હોવાથી તેઓએ અહીં જૂનાગઢના વડાલ ખાતે એક અધ્યતન સુવિધા સાથેની કેન્સર સારવાર સેન્ટર જે હિમાલય કેન્સર હોસ્પિટલ એન્ડ સર્વિસ સેન્ટર ના નામથી લોકોની સેવામાં મુકેલ છે
હોસ્પિટલમાં 160 બેડની અતિઆધુનિક સારવાર ઉપલબ્ધ હોવાનું જાણવા મળે છે
આ તકે આપણા લોકલાડીલા નેતા જયેશભાઈ રાદડિયા પણ ત્યાં વિજય ભાઈ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગની જુદાજુદા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર માહિતી લોકો સાથે શેર કરી હતી
હિમાલયા કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર વડાલમાં શરૂ થઈ જવાથી સૌરાષ્ટ્રની જનતાને હવે આ સારવાર માટે અમદાવાદના ધક્કા બંધ થશે અને લોકોને પોતાના વિસ્તારમાં સારી અને આધુનિક સારવાર મળતી થશે
હિમાલય કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર
જુનાગઢ- રાજકોટ હાઈવે,ક્રિષ્ના હોટલ ની બાજુમાં
વડાલ. ગુજરાત 362 310
ફોન નંબર 094274 53353
https://goo.gl/maps/HCi5kbX3zBgnR3jD8