લાયન્સ ક્લબ જેતપુર રોયલ દ્વારા રાસ ઉત્સવ નું ધમાકેદાર આયોજન
લાયન્સ ક્લબ જેતપુર રોયલ દ્વારા ત્રણ દિવસ રાસ ઉત્સવ યોજવામાં આવેલ હતો જેમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ 3232J ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી લા. દિવ્યેશ ભાઈ સાકરીયા તથા આ ક્લબના સ્થાપક પ્રમુખ અને ગુજરાત રાજ્ય ના કેબિનેટ મંત્રી એવા લા. જયેશભાઈ રાદડિયા પરિવાર સાથે ખાસ હાજર રહ્યા હતા
મીટીંગ ના ભાગરૂપે લાયન્સ ક્લબ જેતપુર રોયલ ના પ્રમુખ શ્રી અતુલભાઇ મહેતા એ વર્ષ દરમિયાન ક્લબ દ્વારા થયેલી વિવિધ લોક ઉપયોગી અને જીવ દયા ને લગતી કામગીરી નું વર્ણન પોતાની આગવી શૈલી માં રજૂ કરેલ હતું.
પરંપરાને અનુસરીને લાયન્સ ક્લબ જેતપુર રોયલ ના સેક્રેટરી એવા શ્રી લા. સચિન ભાઈ સોની દ્વારા વર્ષ દરમિયાન થયેલી વિવિધ સ્તરની કામગીરી નો રિપોર્ટ ક્લબ સમક્ષ રજુ કરેલ હતો.
લા. ભરતભાઇ જોશી હંમેશા કંઈક અલગ કરવાની પોતાની રીત માટે જાણીતા જ છે આ કાર્યક્રમમાં પણ જ્યારે તેમને ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી દિવ્યેશ ભાઈ સાકરીયા ને પોતાના ઉદબોધન માટે આમંત્રિત કરવાની તક મળી ત્યારે એક નવી જ રીતે શબ્દોથી નહીં પણ સાંકેતિક રીતે પોતાના મોબાઇલમાંથી
મિટિંગમાં હાજર એવા લાયન્સ ક્લબ જેતપુર રોયલ ના વરિષ્ટ અને કર્મનિષ્ઠ મેમ્બર એવા લા. હેમંતભાઈ બુટાણી નું સર્વ મેમ્બરો દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.
મિટિંગ બાદ નવરાત્રી મહોત્સવ ચાલુ હોય બધા લાયન પરિવારે સાથે મળી ભાવભેર આરતી કરેલ હતી ત્યારબાદ ખેલૈયાઓ દ્વારા રાસની રમઝટ બોલાવામાં આવેલ હતી .ખરા અર્થમાં પરિવાર અને સંસ્કૃતિક ભાવના નો સુમેળ આ તકે જોઈ શકાયો હતો. લાયન્સ ક્લબ જેતપુર રોયલ ના સ્થાપક પ્રમુખ અને ગુજરાત સરકાર માં કેબિનેટ મંત્રી એવા લોકલાડીલા નેતા શ્રી લા. જયેશભાઈ રાદડિયા પણ પોતાના વ્યસ્ત કાર્યક્રમો ની હારમાળા માંથી સમય કાઢીને સહ પરિવાર સાથે હાજરી આપી કાર્યક્રમને દીપ આવ્યો હતો અને લાયન્સ ક્લબ જેતપુર રોયલ ના તમામ સભ્યશ્રીઓને તથા તેમના પરિવારજનોને નવરાત્રિની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી
આ કાર્યક્રમને સફળ બનાવવામાં યંગ લાયન ટીમ
ના મેમ્બરો એવા લા. મનીષભાઈ વાછાણી,લા. ભુપેન્દ્રભાઈ રાણપરીયા લા.સુરેશભાઈવેકરીયા, લા. દિગેશ ભાઈ મમતોરા લા. સચિન ભાઈ સોની લા. ભાવેશભાઈ રામાણી, લા સંજયભાઈ અગ્રવાલ વગેરે જહેમત ઉઠાવેલ હતી.યંગ ટીમ દ્વારા વસ્ત્ર પરિધાનમાં ડ્રેસ કોડ કરેલ હતો તેનું પણ કાર્યક્રમમાં અનેરૂ આકર્ષણ થવા પામેલ હતું.
mo. 6351764002