થર્ડ આઈ ન્યુઝ જેતપુર ટીમ ધર્મ ભક્તિ ગૌશાળા ની મુલાકાતે - third eye news - thirdeve.blogspot.com -TheUltimate news for jetpur guj.360370

third eye news - thirdeve.blogspot.com -TheUltimate news for jetpur guj.360370

third eye news for the area around jetpur and jetpur city.

FOLLOW ME

Breaking

Post Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

KAILASH COTTON SUIT

KAILASH COTTON SUIT
JETPUR

SKY COMPUTER

SKY COMPUTER

Thursday, November 14, 2019

થર્ડ આઈ ન્યુઝ જેતપુર ટીમ ધર્મ ભક્તિ ગૌશાળા ની મુલાકાતે

જીવ દયા                                                    જય ગૌમાતા






 ધર્મ ભક્તિ ગૌશાળા જીવદયા કેન્દ્ર
જેતપુર ની મુલાકાતે
                   તારીખ 7/11/2019 ના રોજ
થર્ડ આઈ ન્યુઝ  જેતપુર ની ટીમે ધર્મભક્તિ ગૌશાળાની
શુભેચ્છા મુલાકાત લીધી હતી. સંસ્થાના મુખ્ય સંચાલક
એવા મુકેશ બાપુ ને રૂબરૂ મળી અને સંસ્થા ની
વિગતવારમાહિતી મેળવેલ હતી સંસ્થા દ્વારા
કરવામાં આવતી કામગીરી અને વ્યવસ્થા જોઈ હતી
સંસ્થા માં હાલ 14 થી15 જેટલા કર્મચારી હોય ત્યારે
સંસ્થા કઈરીતે ચાલે છે અને આ સેવાકાર્ય ને સફળતા
પૂર્વકચાલુ રાખવા માટે સંસ્થાને કેવી બાબતની
જરૂરિયાત હોય છે વિગતવાર માહિતી મેળવી હતી
આ સાથે આ કાર્યમાં કઈ વ્યક્તિઓનો સાથ સહકાર
મળ્યો છે અને લોકો પાસે સંસ્થાની શું અપેક્ષા છે તે
બાબતે માહિતી મેળવેલ હતી
               મુકેશ બાપુ નિરંજની  કે જેવોને હું ઘણા સમયથી
પરિચિત હોય વિગતે ચર્ચા કરતા ઘણી વખત ખુબ જ
ભાવવિભોર થઈ અને મારા દરેક પ્રશ્નના દિલથી જવાબો
આપ્યા છે એમની વાતો માં નોંધનીય છે કે તેઓ એ શરૂઆત
થી લઈ અત્યાર સુધી જે કોઈ વ્યક્તિ- સંસ્થા દ્વારા તેમના આ
કાર્યમાં મદદરૂપ થયા છે એ લગભગ બધા જ લોકોને યાદ
કરી કરીને મને જણાવતા હતા અને તે વ્યક્તિઅને સંસ્થાઓ
પ્રત્યે નો પોતાનો ઋણ ભાવ આ તકે પ્રગટ કર્યો હતો. મેં
તેમની સંસ્થાની સાથે અંગત વિગતો પણ પૂછી હતી તેમના
પણ તેમણે વિનાસંકોચ જવાબ આપેલા હતા.
આ મુલાકાત પાછળનો મારો અને મારી ટીમ નો આશય આવા
સેવાનો ભેખ લઇ જીવવા વાળા વ્યક્તિ અને સંસ્થા ની વિગત
લોકો સુધી પહોંચે અને લોકો પણ વાત ધ્યાને આવતા સેવાકાર્ય
ના આ મહાયજ્ઞમાં પોતાનું યોગદાન આપે એ હતો તમારી
આસપાસ પણ કોઈ આવી કોઈ  નિસ્વાર્થ ભાવની સેવા કરતું
હોય તો અમને જાણ કરવા વિનંતી જેથી કરીને તેમની સેવાઓ
પણ વધુ ને વધુ લોકો સુધી પહોંચે આ તકે મારી અને મારા ટીમ
તરફથી ધર્મ ભક્તિ ગૌશાળાને અદભુતસેવાકાર્ય
બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ

ફોટોગ્રાફી:નિલેશ જોષી, રુચિક પટેલ

વિડીયોગ્રાફી: કિરણ ગઢવી
આ રિપોર્ટનો વીડિયો જોવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો
https://www.youtube.com/watch?v=XPLKBAl0hTc

અમારી youtube ચેનલ ને લાઈક કરો અને શેર કરો
અને subscribe કરવાનું ભુલશો નહીં


ધર્મ ભક્તિ ગૌશાળા જીવદયા કેન્દ્ર
સત્ય સનાતન સત્સંગ મંડળ
ચેરીટેબલ ટ્રસ્ટ-જેતપુર.

 સંસ્થાની પ્રવૃત્તિ: 
 શુભ  તથા અશુભ પ્રસંગોએ સત્સંગ, કીર્તન, ધૂન, શ્રદ્ધાંજલિ, 
લોટી ઉત્સવ, માળા પહેરામણી ના ભક્તિ સંગીતના કાર્યક્રમ
આપી તેમાંથી મળતી સપ્રેમ ભેટ દ્વારા ગૌશાળા નું સંચાલન
કરવામાં આવે છે.






















ગૌશાળાની સ્થાપના:2003 મા
-હાલ ગૌશાળામાં 450 થી પણ વધારે જીવોની સેવા ચાલે છે.
-ચાલુ મોટું દાન જેન્તીભાઈ વેકરીયા ( સિકંદરાબાદ) 
દ્વારા50000/- સંસ્થાને આપેલ હતા

- ગાય, બળદ, પશુ પક્ષી  ને સારવાર તથા રાખવાની વ્યવસ્થા


 સહયોગ માટે :
આપ  આપને ત્યાં, આપના સગા સબંધી, મિત્રો કુટુંબીજનોને
ત્યાં આ ભક્તિ સંગીત ના કાર્યક્રમ યોજી ને પણ ગૌ સેવા માં 
સહભાગી બની શકો છો.

 આપના સદગત વડીલોની પુણ્ય સ્મૃતિમાં
ગૌશાળામાંઘાસચારાનું દાન આપી ઉત્તમ
ગૌસેવા કરી શકો છો તથા કાયમી તિથિ
પણ નોંધાવી શકો છો.

  તથા શ્રી ધીરજલાલ રાણપરીયા
અને ભરતભાઇ જોશી, હિંમતભાઈ બુટાણી 
તથા લાયન્સ ક્લબ જેતપુર રોયલ ના મેમ્બરો
દ્વારા ગૌશાળાને એક પક્ષીઘર અર્પણ
કરવામાં આવેલ છે.













ગૌશાળા દ્વારા પશુઓને જે જગ્યા એથી પીકઅપ કરી ગૌશાળામાં
લાવીને તેમ ને જરૂરી ડોક્ટરી સારવાર કરવામાં આવે છે 
તેઓ સારી રીતે ખાઈ પી શકે અને જીવી શકે એવી વ્યવસ્થા
કરવામાં આવે છે

-  સંસ્થામાં ગાય બળદ કુતરા સસલા શાહમૃગ મોર
બતક કબુતર તથા અન્ય પશુ પક્ષીઓ ને
સાચવવામાં આવે છે

- સંસ્થા સમગ્ર ગુજરાત માં કોઈપણ જગ્યા એથી કોઈપણ ઘાયલ પશુપક્ષી
ને સારવાર તથા સાચવવાની તૈયારી રાખે છે.

 વિનંતી:
સત્સંગ મંડળના દ્વારા ગૌશાળાની સંચાલન થઇ રહ્યું છે
ત્યારે આપના  તથા આપના સગા સંબંધીઓ મિત્રો ના
ઘરે શુભ તથા શુભ પ્રસંગોએ સત્સંગ મંડળ ને યાદ કરીને
જીવ દયા ના આ યજ્ઞને આગળ વધારવા માં આવે
અને ગૌશાળામાં સહાય થઈ આ  સેવાકાર્યમાં જોડાવા વિનંતી.

- જો તમે ખરેખર જીવ દયા પ્રેમી હોય તો એક વખત
ગૌશાળાની મુલાકાત કરવા વિનંતી

- ગૌશાળા ઘાયલ પશુઓને જે તે જગ્યા એથી ગૌશાળા
એ પહોંચાડીને તેમની સારવાર તથા સારી રીતે રાખવાની
વ્યવસ્થા કરે છે હાલ ગૌશાળા પાસે એક જ પીકઅપ વેન
હોવાને કારણે ક્યારેક આ સેવામાં વાર લાગતી હોય છે 
બીજી ગાડી હોય તો આ સેવાને થોડી વધારે ઝડપી બનાવી
શકાય તેમ છે આ બાબત દાતાશ્રીઓ ને ધ્યાને આવે
એવી વિનંતી.





ગૌ - સેવકો
 મુકેશભાઈ નિરંજની
 ભરતભાઈ નિરંજન
 સ્વ. જયસુખભાઈ પરમાર
 જેન્તીભાઈ રૈયાણી 
રસિકભાઈ કાલાણી
 કિશોરભાઈ મારુ
 નિલેશભાઈ પંડ્યા 
 રમણીકભાઈ સોની
 હરકિશન ભાઈ સોની
 પરસોત્તમ ભાઈ રાદડિયા
 દિલીપભાઈ પડ્યા
 કનુભાઈ મચ્છર
  દિનુભાઇ જોગી
 અભય ભાઈ પરમાર
મનોજ ભાઈ સોલંકી
 અનુભાઈ વેકરીયા
 અનિલભાઈ કાલાણી
 શૈલેષભાઈ લુણાગરિયા 
 બટુકભાઈ પરમાર 
 અરવિંદભાઈ તન્ના
 મનુભાઇ  દોશી
 ચીમનભાઈ  ગેવરીયા
 મનસુખભાઈ ગેવરીયા
 રમેશભાઈ દેવમુરારી
 જીવનભાઈ ગોહેલ

મુકેશબાપુ નિરંજની ની પ્રોફાઇલ

નામ: મુકેશભાઈ મથુરભાઈ નિરંજની  (મુકેશ બાપુ)
જન્મ તા : 16-06-72
અભ્યાસ: નવ ધોરણ પાસ
 સેવા કાર્યની શરૂઆત:1994 થી
ગૌસેવાની પ્રેરણા: વજુભાઈ સાકરીયા ની પ્રેરણાથી ગૌ સેવા
માં લાગ્યા.
 પહેલો એવોર્ડ: 1996  રામનવમી માં પ્રથમ સ્થાને

























સન્માન:  લાયન્સ ક્લબ જેતપુર રોયલ દ્વારા સર્ટીફીકેટ
આપી સન્માનિત કરેલ છે.
  બગસરા ગામ ની સ્વામિનારાયણ સંસ્થા
સીતારામ ગૌશાળા દ્વારા સન્માનિત
 ગૌ સેવાની શરૂઆત: જયાબેન પટેલ ના  સુવર્ણ હાથે
તથા એડવોકેટ શ્રી જનકભાઇ પટેલ,    
એડવોકેટ સત્યન ગોસાઈ તથા p.d.ચભાડીયાના
સહયોગ અને સાથ સહકારથી નાની ગૌશાળા થી
શરૂઆત કરન હતી . શરૂઆતમાં ગૌસેવા કરવામાં
હિતેશભાઈ દોગા,નવશીખ ચભાડીયા, વિજય કાપડિયા,
રાજેશ કાપડિયા વગેરે મિત્રોએ ખૂબ મદદ કરી હતી. 
પદ સન્માન: ભાજપ બક્ષીપંચના શહેર પ્રમુખ

- રાષ્ટ્રીય સ્વયંસેવક સંસ્થા ,વિશ્વ હિન્દુ પરિષદ
, બજરંગ દળ વગેરે સંસ્થાઓમાં જોડાયેલ છે.

- મુકેશ બાપુ જ્યારે સેવા કાર્યોમાં હિંમત હારી ગયા હતા ત્યારે
નારણ ભગત( મુંબઈ) દ્વારા હિંમત આપી સેવા કાર્યમાં આગળ
વધવા પ્રેરણા આપેલ હતી ત્યારબાદ મુકેશભાઈ જેમને પોતાના
ગુરૂ સમાન માને છે એવા વજુભાઈ સાકરીયા નો ઉલ્લેખનીય
સહકાર હંમેશા મળેલ છે માવજીભાઈ વેકરીયા નો પણ હંમેશા
સહકાર મળેલ છે સંસ્થાના દરેક ગૌ સેવક મિત્રોનો આ તકે
મુકેશ બાપુ આભાર વ્યક્ત કરે છે.

સંપર્ક:
 ધર્મ ભક્તિ ગૌશાળા જીવદયા કેન્દ્ર
  જુનાગઢ રોડ, જલારામ મંદિરની
સામે ની બાજુ, જેતપુર
 કાર્યાલય: ગોપાવાળી મેઇન રોડ જેતપુર.
 ફોન નંબર: 02823- 220713,
mo. 9429375542  (મુકેશ બાપુ)
       942 6975542 (ભરત બાપુ)
 બેંક ખાતા નંબર:1273571362/
સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા- જેતપુર.

 નોંધ: ગૌશાળા બીમાર- ઘવાયેલ ગાય માતાની
સેવા માટે હંમેશા તત્પર  હોય છે.



















ગૌશાળાનેઆપેલું દાન ઇન્કમટેક્સ કલમ80G.I7817,
રાજકોટ મુજબ કરમુક્તિ ને પાત્ર છે.






























‘ સત્ય સનાતન સત્સંગ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ
ના નામનો મોકલવા વિનંતી  છે. 





No comments:

Post a Comment

Hello friend
થર્ડ આઈ ન્યુઝ પર તમોને જેતપુર અને જેતપુરના આજુબાજુ ના વિસ્તારની અવનવી ખબરો અને સમાચાર મળતા રહેશે જે હંમેશા નિષ્પક્ષ અને સત્ય હકીકતો પ્રકાશિત કરતા હશે તો આવાજ અવનવા સમાચારો તમોને મળતા રહે તે માટે અમારા થર્ડ આઈ ન્યુઝ સાઈટને like અને Share
કરવાનું ભૂલશો નહિ. કોમેન્ટ બોક્ષમાં આપના અભિપ્રાયો આવકાર્ય છે.

Post Top Ad

Responsive Ads Here