શહેરમાં સો રૂપિયાના દરની નકલી નોટો ચલાવવા
આવેલ ધોરાજીના બે શખ્સોને વેપારીએ શંકા જતા
નકલી નોટ માલુમ પડતા બન્ને શખ્સોને પોલીસને
હવાલે કરતાં નાના વેપારીઓની જાગૃતતા ના
લીધે શહેરના વેપારીઓ નકલી નોટો થી છેતરાતા
બચી ગયા.
ગઈકાલે બપોરના સમયે બે શકશો
ચંદ્રમૌલેશ્વર મંદિર પાસે આવેલ
ઘનશ્યામ પાન
નામની દુકાનનામાલિક
જીતુભાઈ ધીરુભાઈ ચોવટીયા
દુકાને બેઠા હતા ત્યારે બે શખ્સો બાઇક પર આવી
પરચુરણ માલસામાન લઇ રૂપિયા સોની નોટ આપતા
જીતુભાઈ ને નોટ શંકાસ્પદ લાગતાં વ્યવસ્થિત રીતે
શખ્સો સાથે બોલાચાલી હતા વેપારીઓ એકઠા થઈ
ગયેલ બંને શખ્સોની પૂછપરછ કરતા તેઓ અમરેલીના
હોવાનું કહી આ નોટોના બે બંડલ રસ્તા પરથી મળેલ
હોવાનું કરેલ વેપારીઓ પાસેથી છૂટવા એક શખ્સે
પોતાનાવકીલ ને ફોન કરવાનો રોફ જમાવેલ જેથી
વેપારીએશહેર પોલીસને જાણ કરી તેમને સોપી
દીધેલ હતા.
પોલીસ સ્ટેશન લાવી બન્ને શખ્સો ની આગવી
ઢબે પૂછપરછ કરતા પોપટ બની ધોરાજીના બહારપુરામાં
રહેતા હોવાનું જણાવતા પોલીસે તેના રહેણાક મકાનમાં રેડ
કરતા નોટો છાપવાનું કલર પ્રિન્ટર તેમજ કાગળ જ કરેલ
આ બંને સખ્શો છેલ્લા ત્રણ-ચાર દિવસથી શહેરના નાના
વેપારીઓને ડુપ્લીકેટ નોટો આપી છેતરતા હોવાનું જાણવા
મળેલ છે. પોલીસે દુકાનના માલિક જીતુભાઈ ચોવટીયા ની
ફરિયાદ પરથી બન્ને આરોપી
01 મહંમદ સિરાજ અબદુલભાઇ
02 અમીન ઉંમર મીયા કાદરી
વિરુદ્ધ ગુનો નોંધી આ શખ્સોની
સાથે અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ અત્યાર સુધીમાં
કેટલી જગ્યાએ આવી નકલી નોટો વટાવી છે તે અંગે
તપાસ ડીવાયએસપી સાગર બાગમાર સાહેબ
ચલાવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે આ બન્ને શખ્સો
વેપારીના હાથમાં ઝડપાઈ હતી અને તેની પાસે
બે બંડલ હોવાનું રટણ કરતા હતા જ્યારે પોલીસ
ફરિયાદમાં માત્ર ૪૬ નોટો તેમની પાસેથી મળેલી
હોવાની નોંધ થઈ છે તો
અન્ય નોટો તેઓએ વટાવી કે શું?
એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે
No comments:
Post a Comment
Hello friend
થર્ડ આઈ ન્યુઝ પર તમોને જેતપુર અને જેતપુરના આજુબાજુ ના વિસ્તારની અવનવી ખબરો અને સમાચાર મળતા રહેશે જે હંમેશા નિષ્પક્ષ અને સત્ય હકીકતો પ્રકાશિત કરતા હશે તો આવાજ અવનવા સમાચારો તમોને મળતા રહે તે માટે અમારા થર્ડ આઈ ન્યુઝ સાઈટને like અને Share
કરવાનું ભૂલશો નહિ. કોમેન્ટ બોક્ષમાં આપના અભિપ્રાયો આવકાર્ય છે.