G ડાન્સ એકેડેમી દ્વારા ડાન્સ સેમિનારનું સફળ આયોજન - third eye news - thirdeve.blogspot.com -TheUltimate news for jetpur guj.360370

third eye news - thirdeve.blogspot.com -TheUltimate news for jetpur guj.360370

third eye news for the area around jetpur and jetpur city.

FOLLOW ME

Breaking

Post Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

KAILASH COTTON SUIT

KAILASH COTTON SUIT
JETPUR

SKY COMPUTER

SKY COMPUTER

Thursday, November 7, 2019

G ડાન્સ એકેડેમી દ્વારા ડાન્સ સેમિનારનું સફળ આયોજન

G ડાન્સ એકેડેમી દ્વારા ડાન્સ સેમિનારનું સફળ આયોજન



તારીખ 5- 11- 2019 ના રોજ જેતપુરના પ્રખ્યાત વિશાલ મેગા મોલ
ના બિલ્ડિંગમાં નવી શરૂ થયેલી G ડાન્સ એકેડેમી દ્વારા બે દિવસનો
free ડાન્સ સેમિનાર રાખવામાં આવેલ હતો જેમાં લગભગ
ચાલીસેક બાળકોએ ભાગ લીધો હતો.















G ડાન્સ એકેડેમી ના સંચાલક એવા ગૌતમકોટક
આ સેમિનારને સફળ બનાવવામાટે જેહમત ઉઠાવી હતી.
આ તકે એક વાત જે મારા ધ્યાનમાં આવી રજુ કરવી જરૂરી બને છે
ગૌતમકોટક ને પોતાને ડાન્સ નો અનહદ શોખ છે અને પોતે
સામાન્ય પરિવાર માંથી આવતો હોય ભણવાની સાથે પોતાના

આ શોખને કેમ આગળ પોતાની કારકિર્દી માં પરિવર્તિત કરવું
એના માટે સતત મહેનત કરતો મેં જોયો છે. પોતે તો પોતાનો
શોખ આગળ વધારે જ છે સાથે સાથે ગામ ના બાળકોને પણ
ડાન્સ એકેડેમી ના માધ્યમથી કંઈક સારું શીખવાડવામાટે
સતત પ્રયત્નશીલ જોયો છે કાલે જ્યારે આ સેમિનાર નું આયોજન
કર્યું હતું ત્યારે મને એ જાણી ને અચરજ થવા પામ્યું હતું કે
બે દિવસ પહેલા ગૌતમ ને પોતાને ડેન્ગ્યુ તાવની અસર હતી
એને હોસ્પિટલ માં દાખલ કરવા માં આવેલ હતો છતાં પોતાના
ડાન્સ ક્લાસ અને તેમાં આવતા બાળકો પ્રત્યેક ના અનહદ લગાવ
ના લીધે હોસ્પિટલ માં સારવાર લેવી પડે એવી હાલતમાં
સેમિનાર માં સમયસર હાજરી આપી અને પોતાની જવાબદારી નિભાવી હતી.











અત્યાર ના સમયમાં આપણે ઘણી વખત ઘણા યુવાનોને
નાની નાની બાબતોમાં મૂંઝાતા જોયા છે મારી પાસે પૈસા નથી
મને કોઈ સાથ નથી આપતું હું કોઈ અમીર બાપનો દીકરો નથી
મને કોઈ સપોર્ટ કરતું નથી આવા અનેકો  અનેક બહાના ઓ પાછળ
પોતાના જીવનને જીવતા જોયા છે ત્યારે ગૌતમ જેવા છોકરાઓ
આજ ના યુવાનો માટે ખરેખર પ્રેરણા રૂપ દ્રષ્ટાંત છે એ જે ભણવાની
સાથે સાથે આવી પ્રવૃતિઓ કરીને પોતાને તો આગળ લાવે જ છે
પરિવારને પણ મદદરૂપ થાય છે.તો આ તકે થર્ડ આઈ ન્યુઝ
ગૌતમ કોટક ને જીવનમાં ખૂબ પ્રગતિ કરે અને ખુબ ખુબ આગળ
વધે એવી શુભેચ્છાઓ અને જેતપુર વિસ્તારના લોકોને પણ
મારી એક વિનંતી છે કે હાલ ચાલતા મંદીના માહોલમાં આપણા
જેતપુર વિસ્તારમાં આવી જે કોઈ પ્રવૃતિઓ આવા નવ યુવાનો દ્વારા
કરવામાં આવતી હોય ત્યારે આપણે પણઆવી પ્રવૃત્તિઓમાં ભાગ
લઈએ અને લેવડાવી એ જેથી કરીને આપણા બાળકોનું તો વિકાસ થાય
છે સાથે આવા યુવાનોનો જે  કંઈક સપના લઈને આગળ વધતા હોય
એમને પણ તમારું પીઠબળ મળી રહે અને તેમના માટે રોજગારીની
તકો ઊભી થાય









રિપોર્ટ બાય   third eye ન્યુઝ જેતપુર

6351764002





              

No comments:

Post a Comment

Hello friend
થર્ડ આઈ ન્યુઝ પર તમોને જેતપુર અને જેતપુરના આજુબાજુ ના વિસ્તારની અવનવી ખબરો અને સમાચાર મળતા રહેશે જે હંમેશા નિષ્પક્ષ અને સત્ય હકીકતો પ્રકાશિત કરતા હશે તો આવાજ અવનવા સમાચારો તમોને મળતા રહે તે માટે અમારા થર્ડ આઈ ન્યુઝ સાઈટને like અને Share
કરવાનું ભૂલશો નહિ. કોમેન્ટ બોક્ષમાં આપના અભિપ્રાયો આવકાર્ય છે.

Post Top Ad

Responsive Ads Here