સીટીઝન એમેન્ડમેન્ટ એક્ટ {CAA }2019 ના સમર્થનમાં જેતપુર શહેર ખાતે રેલીનું આયોજન - third eye news - thirdeve.blogspot.com -TheUltimate news for jetpur guj.360370

third eye news - thirdeve.blogspot.com -TheUltimate news for jetpur guj.360370

third eye news for the area around jetpur and jetpur city.

FOLLOW ME

Breaking

Post Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

KAILASH COTTON SUIT

KAILASH COTTON SUIT
JETPUR

SKY COMPUTER

SKY COMPUTER

Thursday, December 19, 2019

સીટીઝન એમેન્ડમેન્ટ એક્ટ {CAA }2019 ના સમર્થનમાં જેતપુર શહેર ખાતે રેલીનું આયોજન













સીટીઝન એમેન્ડમેન્ટ  એક્ટ {CAA }2019
ના સમર્થનમાં જેતપુર શહેર ખાતે
  રેલીનું આયોજન
   આજરોજ તારીખ 19 /12 /2019 ના રોજ
શ્રીરામ જન્મોત્સવ સમિતિ દ્વારા જેતપુરના
સરદાર બાગ ખાતે આવેલ ભારત માતાની
પ્રતિમા પાસે CAA અને દિલ્હી પોલીસ ના
સમર્થનમાં જાહેર સભાનું આયોજન
કરવામાં આવેલ હતું
             














આ સભામાં જેતપુર વિસ્તારના
સાધુ-સંતો રાજકારણીઓ તથા જેતપુરના
વેપારી ઓ અને રાષ્ટ્રપ્રેમી જનતાએ
હાજરી આપી હતી જુદા જુદા વક્તાઓ
દ્વારા આજે નવો કાયદો સંસદમાં થી
પાસ થયેલ છે તેના વિશે લોકોને વિસ્તૃત
માહિતી આપવામાં આવેલ હતી
















અને
લોકોને આ કાયદો સમજી અને અન્ય
લોકોને પણ સમજાવવા વિનંતી
કરવામાં આવેલ હતી આ કાયદો
કોઈની નાગરીકતા છીનવી લેવા માટે
નથી પરંતુ આપણા ભારત દેશની
આજુબાજુમાં આવેલા પાકિસ્તાન
અફઘાનિસ્તાન તથા બાંગ્લાદેશ કે જે
ત્રણેય દેશ મુસ્લિમ રાષ્ટ્રો છે અને ત્યાં
મુસ્લિમ સિવાય ની જે લઘુમતી કોમનો છે
તેના ઉપર અનેક પ્રકારના અત્યાચારો
થતા હોય બળજબરીથી ધર્મ પરિવર્તન
અપહરણ અને બળાત્કારની ઘટનાઓ
ષડયંત્ર ગળીને થતી હોય ત્યારે તે
લઘુમતી કોમોને ભારતમાં શરણ લેવાની
ફરજ પડતી હોય છે તો આવી લઘુમતી
કોમોને કે.જે એક પ્રકારે ભારતના શરણારથી
હોય તેમને પણ ઈજ્જત થી આપણા દેશમાં
જીવવા માટે નો હક્ક આપવા માટે નો આ
કાયદો છે આમાં કોઇપણ ભારતના નાગરિકની
નાગરીકતા છીનવી લેવા માટે કોઈપણ જાતની
વ્યવસ્થા નથી આ કાયદો માનવ ધર્મ માટે
બનાવવામાં આવેલ છે એમાં કોઈએ ખોટો
વિરોધ કરવો જોઈએ હાલ દેશમાં આ
કાયદાનો કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષો
જે વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે અને કરાવી
રહ્યા છે તે ફક્ત અને ફક્ત પોતાના રાજકીય
રોટલા શેકવા માટે કરી રહ્યા છે અને મુસ્લિમોને
તેમની નાગરિકા જોખમમાં છે એવો ભ્રમ
ફેલાવીને દેશમાં અરાજકતા ની પરિસ્થિતિ
ઉત્પન કરી રહ્યા છે ત્યારે જાગૃત નાગરિક
તરીકે આપણી ફરજ છે કે આપણે આ કાયદાને
બરોબર સમજી અને બીજાને સમજાવી ને
આ કાયદાના સમર્થનમાં જોડાઈએ આ કાયદો
દેશ હીતમાં લેવાયેલો અને દેશની ચૂંટાયેલી
સરકાર દ્વારા સંસદમાંથી પા રીત કરાવેલ
કાયદો હોય આનો વિરોધ કરવો એ અયોગ્ય છે
આપણે બધા ટીવીમાં જોઈએ છે કે કઈ રીતે
દિલ્હી પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ વગેરે
જગ્યાઓ પર એક ષડયંત્રના ભાગરૂપે આવા
અરાજકતા ફેલાવતા અને દેશ વિરોધી તત્વો
દ્વારા તોફાનો પથ્થરબાજી અને જાહેર સંપત્તિને
નુકસાન કરવા માં આવે છે ત્યારે આપણે ફરજ
છે કે આપણે પણ આ કાયદાને સમર્થન આપીને
દેશહિતમાં લેવાયેલા નિર્ણયને સંપૂર્ણપણે
સમર્થન આપીએ આ તકે દિલ્હી પોલીસ
ઉપર થયેલા હુમલાને વખડી કાઢવામાં
આવેલ હતું અને દિલ્હી પોલીસ
ના સમર્થનમાં નારાઓ લગાડવામાં આવ્યા હતા

              














સભા બાદ જેતપુર શહેરના
મુખ્યમાર્ગો પરથી રેલી દ્વારા આ કાયદાના
સમર્થનમાં બેનરો પોસ્ટરો અને ગગનચુંબી
નારાઓ દ્વારા લોકોએ સમર્થન જાહેર કરેલ હતું

No comments:

Post a Comment

Hello friend
થર્ડ આઈ ન્યુઝ પર તમોને જેતપુર અને જેતપુરના આજુબાજુ ના વિસ્તારની અવનવી ખબરો અને સમાચાર મળતા રહેશે જે હંમેશા નિષ્પક્ષ અને સત્ય હકીકતો પ્રકાશિત કરતા હશે તો આવાજ અવનવા સમાચારો તમોને મળતા રહે તે માટે અમારા થર્ડ આઈ ન્યુઝ સાઈટને like અને Share
કરવાનું ભૂલશો નહિ. કોમેન્ટ બોક્ષમાં આપના અભિપ્રાયો આવકાર્ય છે.

Post Top Ad

Responsive Ads Here