ધંધુકા ગામે કિશનભાઇ ભરવાડ ની નિર્મમ હત્યા થયા બાદ પરિવાર ને એક કરોડ રૂપિયા ની આર્થિક સહાય સરકાર દ્વારા જાહેર કરવામાં રાજકોટ ના જેતપુર શહેર થી મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપ્યું - third eye news - thirdeve.blogspot.com -TheUltimate news for jetpur guj.360370

third eye news - thirdeve.blogspot.com -TheUltimate news for jetpur guj.360370

third eye news for the area around jetpur and jetpur city.

FOLLOW ME

Breaking

Post Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

KAILASH COTTON SUIT

KAILASH COTTON SUIT
JETPUR

SKY COMPUTER

SKY COMPUTER

Saturday, February 5, 2022

ધંધુકા ગામે કિશનભાઇ ભરવાડ ની નિર્મમ હત્યા થયા બાદ પરિવાર ને એક કરોડ રૂપિયા ની આર્થિક સહાય સરકાર દ્વારા જાહેર કરવામાં રાજકોટ ના જેતપુર શહેર થી મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપ્યું

 


આજ રોજ જેતપુર શહેર મા એકતા એજ લક્ષ્ય સંગઠન,અને વિશ્વ હિન્દુ પરિષદ જેતપુર પ્રખંડ તથા અન્ય વિવિધ સેવાકીય સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા સામાજિક કાર્યકર એવા નિલેશભાઈ જોષી દ્વારા મામલતદાર કચેરી ખાતે મામલતદાર સાહેબ ને રુબરુ મુલાકાત કરી ધંધુકા ગામે હિન્દુ યુવાન કિશનભાઇ શિવાભાઈ બોળીયા નામ ના ભરવાડ યુવાન ની વિધર્મી ઓ દ્વારા ષડયંત્ર રચીને ધાતકી હત્યા કરવામાં આવી હતી અને તંત્ર એ ત્વરિત પગલાં લઈ આરોપી ઓ ને પકડી પાડવા નું સરાહનીય કામગીરી કરી તે માટે ધન્યવાદ પાઠવવા ની સાથે કિશનભાઇ ના પરિવાર ને સરકાર દ્વારા એક કરોડ રૂપિયા ની આર્થિક સહાય જાહેર કરવા આવેદન અપાયું હતું


       


 

જેમાં નિલેશભાઈ જોષી દ્વારા સરકાર શ્રી સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી હતી કે કિશનભાઇ ની હત્યા નિપજાવનાર આરોપી ઓ ને તો સરકાર ન્યાયીક પ્રક્રિયા દ્વારા ન્યાય અપાવશે જ પરંતુ એમના પરિવારજનો એ પોતાનો જુવાનજોધ દીકરો ગુમાવ્યો છે તથા જાણવા મળતી વિગત અનુસાર ધટના બન્યા ના ફક્ત વીસ દિવસ અગાઉ કિશનભાઇ ને ધરે દિકરી નો જન્મ થયો છે તો દિકરો ગુમાવનાર માતા પિતા તથા કિશનભાઇ ના પત્ની તેમજ દિકરી ના ગુજરાન માટે સરકાર શ્રી તરફથી સંવેદના ના ભાગ રૂપે રૂપિયા એક કરોડ ની આર્થિક સહાય તત્કાળ જાહેર કરવામાં આવે એમનો ગુમાવેલો દિકરો તો પરત નહીં જ આપી શકાય પરંતુ આર્થિક સહાય થી તે પરીવાર ને સાવંતના જરૂર થી આપી શકાય

         વધુ માં વાત કરતા નિલેશભાઈ જોષી દ્વારા સમગ્ર હિન્દુ સમાજ ને એ રજુઆત કરવામાં આવી હતી કે ધટના બન્યા બાદ સમગ્ર ગુજરાત એને ભારત મા હિન્દુ સમાજ માં આક્રોશ જોવા મળ્યો ગુજરાત ના દરેક ગામ શહેરમાં વિવિધ સંસ્થાઓ ઓ દ્વારા આવેદનપત્ર આપી સરકાર સમક્ષ ન્યાય માટે આપવામાં આવ્યા પરંતુ જે પરિવારે પોતાના નો દિકરો ગુમાવ્યો તેના માટે તથા નાની દીકરી ના ઉજ્વળ ભવિષ્ય ના નિર્માણ માટે પણ આર્થિક સહાય ની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે તથા આવડો મોટો હિન્દુ સમાજ પણ એ પરિવાર પ્રત્યે લાગણી અને સંવેદના દાખવી ને સમાજ સ્તરે,કે સંગઠનો દ્વારા ફંડ એકત્ર કરી ને આપવાનું આયોજન કરે તો હું માનું છું કે પરિવાર પ્રત્યે ની સાચી સંવેદના વ્યક્ત થશે. હિન્દુ સમાજ મા આવી ધટના પહેલી વખત નથી બની આ પહેલા પણ રાજકોટ માં ગભરૂભાઈ કે જેમણે ગૌ માતા માતા બલીદાન આપ્યું આ સિવાય પણ અનેક ગૌરક્ષકો અને ધર્મ સંસ્કૃતિ ની રક્ષા માટે પોતાના બલિદાનો હિન્દુ સમાજ માથી અપાતાં રહ્યા છે જ્યારે આવી કોઈ ધટના બનતી હોય છે ત્યારે સમાજમાં આક્રોશ ની લાગણી જોવા મળતી હોય છે સંગઠનો દ્વારા આવેદનપત્ર અપાતા હોય છે પરંતુ સમય જતાં બધું ભુલાઈ જતું હોય છે પછી તેમની પાછળ રહેલા પરીવાર ના જીવન નિર્વાહ માટે કોઈ કાયમી વ્યવસ્થા સમાજ દ્વારા કે સરકાર દ્વારા કરવામાં આવતી નથી તો સમાજ અને સંગઠનો દ્વારા દ્વારા ન્યાય માટે ની રજૂઆત ની સાથે સાથે પરિવાર ને આર્થિક સહાય અને નોકરી ની પણ માગણી કરવી જોઈએ અને દરેક હિન્દુ સમાજ માટે કામ કરતી સંસ્થા ઓ એ સંગઠનો હોય, સેવાકિય સંસ્થાઓ હોય કે પછી જ્ઞાતિ સ્તર ની સંસ્થાઓ હોય, કે હિન્દુ સમાજ ના ધર્મ સંસ્કૃતિ માટે કાર્યરત મંદીરો ના ટ્રસ્ટો હોય દરેકે પોતાનું ફુલ નહિ તો ફુલની પાંખડી જેટલું પણ યોગદાન આપી આવી ધટના ના ભોગ બનેલા પરિવાર ને આર્થિક સહાય કરી ને એ સંદેશો આપવો જ રહ્યો કે સમગ્ર હિન્દુ સમાજ દુઃખ ના આ સમય માં પરિવાર ની સાથે જ છે અને એ વ્યક્તિ કોઈ એક પરિવાર, જ્ઞાતિ નો નહીં પરંતુ સમગ્ર હિન્દુ સમાજ નો હતો

No comments:

Post a Comment

Hello friend
થર્ડ આઈ ન્યુઝ પર તમોને જેતપુર અને જેતપુરના આજુબાજુ ના વિસ્તારની અવનવી ખબરો અને સમાચાર મળતા રહેશે જે હંમેશા નિષ્પક્ષ અને સત્ય હકીકતો પ્રકાશિત કરતા હશે તો આવાજ અવનવા સમાચારો તમોને મળતા રહે તે માટે અમારા થર્ડ આઈ ન્યુઝ સાઈટને like અને Share
કરવાનું ભૂલશો નહિ. કોમેન્ટ બોક્ષમાં આપના અભિપ્રાયો આવકાર્ય છે.

Post Top Ad

Responsive Ads Here