ગાંધી સંકલ્પ યાત્રા જેતપુર મુકામેપહોંચતા ભવ્ય સ્વાગત
આજે તારીખ21/10/2019 ના રોજ ગોંડલ થી પોરબંદર ગાંધી સંકલ્પ યાત્રા પીઠડીયા ગામ થઈ જેતપુર મુકામે આવી પહોંચી હતી ત્યારે જેતપુરશહેર અને તાલુકો ભાજપ તમામ આગેવાનો કાર્યકરો દ્વારા
આપણા વિસ્તારના માનવંતા સાંસદ શ્રી રમેશભાઈ ધડુક નું આંબેડકર ચોક માં નવાગઢ મુકામે ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું. ત્યારબાદ ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ની પ્રતિમા ને ફુલહાર અર્પણ કરી તેમના દ્વારાદેશની કરાયેલ સેવાને આ તકે યાદ કરવામાં આવેલ હતા.
સાંસદ શ્રી રમેશભાઈ ધડુક દ્વારા ગોંડલ થી પોરબંદર સુધી ગાંધી સંકલ્પ યાત્રા ને ભાજપના તમામે તમામ આગેવાનો તથા કાર્યકરો દ્વારા વધાવી લેવામાં આવેલ હતા. સાંસદ શ્રી રમેશભાઈ ધડુક દ્વારા આ તકે ગાંધીજી ના સ્વચ્છતા પ્રત્યે ના સમર્પણ ને યાદ કરેલા હતા. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા દેશ વ્યાપી સ્વચ્છતા અભિયાન ને વેગ મળે અને ગાંધીજી દ્વારા આઝાદ ભારતના સ્વપ્નો પરિપૂર્ણ થાય તે માટે લોકો સ્વચ્છતા બાબતે જાગૃત બને એવી લોકો પાસે અપેક્ષા જાહેર કરેલ હતી.
નવાગઢ થી નીકળી
વીરચાંપરાજ વાળાચોક જેતપુર મુકામે યાત્રા આવી પહોંચતા અહીં પણ લોકોએ ઉત્સાહથી યાત્રાનું સ્વાગત કરેલ હતું.
સાંસદ શ્રી રમેશભાઈ ધડુક દ્વારા વીર ચાંપરાજ વાળા ની પ્રતિમાને ફુલ હાર અર્પણ કરેલ હતા આ તકે જેતપુર શહેરના વિવિધ જ્ઞાતિના આગેવાનો દ્વારા સાંસદ શ્રી રમેશભાઈ ધડુક નુ ફૂલહારથી સ્વાગત કરાયું હતું.
વીર ચાંપરાજ વાળા ચોકથી પદયાત્રા જેતપુર શહેરના સરદાર ચોક બાજુ પ્રસ્થાન કરેલ હતું .આ યાત્રામાં ભાજપના તમામ કાર્યકરો આગેવાનો પદાધિકારીઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના વિદ્યાર્થીઓ તથા ડા. પ્રિન્ટિંગ એસોસિએશન,ચેમ્બર ઓફ કોમર્સ ના પદાધિકારીઓ તથા શહેરના વેપારી ભાઈઓ એ પણ અનેરો ઉત્સાહ દાખવી આ ભવ્યપદયાત્રામાં જોડાઈને ધન્યતાનો અનુભવ કર્યો હતો.
જેતપુર શહેરના સતત ધમધમતા સરદાર ચોક ખાતે વૈષ્ણવજન તો તેને રે કહીએ જેવા સુપ્રસિદ્ધ નરસિંહ મહેતા દ્વારા લખાયેલ અને ગાંધીજી દ્વારા સમગ્ર વિશ્વમાં પ્રચલિત એવા પદ ડીજે માં વાગતા વાતાવરણ ગાંધી મય બનવા પામેલ હતું.
જય સરદારના પ્રચંડ ઉદઘોષણા સાથેશ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમાને પુષ્પમાળા ઓ અર્પણ કરી હતી.
ત્યારબાદ ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ અને આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી જસુમતીબેન કોરાટે યાત્રા ગોંડલ થી નીકળી વિરપુર પીઠડીયા નવાગઢ થઈને જેતપુર મુકામે આવી પહોંચી છે આ તકે બેન શ્રી દ્વારાઆપણા સાંસદ શ્રી રમેશભાઈ ધડુક અને એમની તમામ કાર્યકરો નું શબ્દોથી સ્વાગત કરેલ હતું. ત્યારબાદ માનનીય વડાપ્રધાન શ્રી અને હિન્દુ રદય સમ્રાટ એવા ભાઈશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ચલાવવામાં આવેલ સ્વચ્છતા અભિયાન ની પણ ભારોભાર પ્રશંસા આ તકે તેઓએ કરેલ હતી.
ત્યારબાદ સાંસદ શ્રી રમેશભાઈ ધડુક દ્વારા લોકોને સંબોધિત કરવામાં આવેલ હતા.
સાંસદ શ્રી દ્વારા બહુ જ સરસ વાત લોકો વચ્ચે મુકવામાં આવેલ હતી કે ગાંધીજી દ્વારા જે રીતે અંગ્રેજોને ભારતમાંથી દેશ નિકાલો આપવામાં આવેલો હતો એ જ રીતે અત્યારના સમયમાં કચરા ને પણ દેશ નિકાલો આપવાની જરૂર છે. જ્યાં ચોખ્ખાઈ ના હોય ત્યાં લક્ષ્મીજી પણ આવતા નથી તો આપણે બધા આજે આ પ્રસંગ પર હાથ ઊંચા કરી સ્વચ્છતા માટે આપડી નૈતિક જવાબદારી નિભાવીશું એવી પ્રતિજ્ઞા લોકોને અપાવવામાં આવેલ હતી .લોકોએ પણ પોતાના બંને હાથ ઉચા કરી સાંસદ શ્રી ની વાતને વધાવી લીધી હતી.
સરદાર ચોકમાં જ આવેલ પ્રતિમા અને જેના નામ ઉપર આ માર્ગનું નામકરણ થયેલ છે એવા ક્યારેય પણ ન ભૂલી શકાય એવા લોકલાડીલા નેતા શ્રી સ્વ. સવજીભાઈ કોરાટ
ની પ્રતિમા ને પણ સાંસદ શ્રી રમેશભાઈ લાડુ તથા અત્રે ઉપસ્થિત ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા પુષ્પમાળા અર્પણ કરેલ હતી
રિપોર્ટ બાય: Nilesh joshi
થર્ડ આઇ ન્યુઝ જેતપુર
ફોટો બાય: ઋચિક પટેલ
6351764002
No comments:
Post a Comment
Hello friend
થર્ડ આઈ ન્યુઝ પર તમોને જેતપુર અને જેતપુરના આજુબાજુ ના વિસ્તારની અવનવી ખબરો અને સમાચાર મળતા રહેશે જે હંમેશા નિષ્પક્ષ અને સત્ય હકીકતો પ્રકાશિત કરતા હશે તો આવાજ અવનવા સમાચારો તમોને મળતા રહે તે માટે અમારા થર્ડ આઈ ન્યુઝ સાઈટને like અને Share
કરવાનું ભૂલશો નહિ. કોમેન્ટ બોક્ષમાં આપના અભિપ્રાયો આવકાર્ય છે.